Some songs from Dinesh Shah’s Concert: Aambe Aavya Mhor

This concert was organized to pay tribute to Sheth Gokuldas Tejpal for his vision, compassion, and love for higher education of future generations. For a DVD of the full concert, send an e-mail to dineshoshah@yahoo.com. All proceeeds will go to a scholarship fund at DD University, Nadiad, India.

દિનેશ શાહ્

This is my trial post

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા?

આ ગીત ગઝલ માણવા માટે અમારી મિત્ર જયશ્રી ભક્ત પટેલ ના ટહુકો ઉપર જશો

કવિઃ ડૉ. દિનેશ શાહ

સંગીત: કર્ણિક શાહ

સ્વર: કર્ણિક શાહ
આલ્બમ :  ઓ ગોરી

ઓ ગોરી

આ ગીત માણવા માટે ગાગરમાં સાગર ઉપર જશો

કવિઃ ડૉ. દિનેશ શાહ

સંગીત: કર્ણિક શાહ
સ્વર: કર્ણિક શાહ
આલ્બમ :  ઓ ગોરી

ડૉ. દિનેશ શાહ ભૂતપૂર્વ પ્રેસિડેંટ અબ્દુલ કલામ સાથે

Dr. Dinesh Shah with former President of India, Shri Abdul Kalam

Dr. Dinesh Shah with former President of India, Shri Abdul Kalam

ડૉ. દિનેશ શાહ ભૂતપૂર્વ પ્રેસિડેંટ અબ્દુલ કલામ સાથે.

હ્રદય હ્રદયની કુંજ કુંજમાં

આ ગીત ગઝલ માણવા માટે અમારી મિત્ર જયશ્રી ભક્ત પટેલ ના ટહુકો ઉપર જશો

કવિઃ રમેશ પટેલ (પ્રેમોર્મી)

સંગીત: કર્ણિક શાહ
સ્વર: ગરિમા ત્રિવેદી
આલ્બમ : ત્રિવેણી સંગમ

ત્રિવેણી સંગમ - CD Cover

ત્રિવેણી સંગમ - CD Cover

હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે

મળી જાય તું ક્યાં હે, સ્નેહા, એક અટુલી રાહે

હે નિર્મલ તું મળી ન ક્યાંયે, પાન પાન કે ડાળે

તારી હું કરતો રહું આશા, એક અનંતન કાળે

મંદગતિ વિલંબીત તાલે, ધ્રુતમાં ટૂટી જાતો

હે સ્નેહા, તું મધુર ગાય ને સમમાં વિરમી જાતો

સંત કહે કે હરિધામમાં મળતો સહુને વહેતો

હું જ્યાં દોડ્યો હરિ ચરણમાં તું ત્યાં ભેટી જાતો

લહરના લહરના પ્રવાહો અલગ છે

આ ગઝલ માણવા માટે અમારા મિત્રો ડૉ. ધવલ શાહ અને ડૉ. વિવેક ટેલરના લયસ્તરો ઉપર જશો.
સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર:
કર્ણિક શાહ
આલ્બમ : ત્રિવેણી સંગમ

ત્રિવેણી સંગમ - CD Cover

ત્રિવેણી સંગમ - CD Cover


લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

– હિમાંશુ ભટ્ટ

ત્રિવેણી સંગમનું વિમોચન

કવિ શ્રી, ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ, અને હિમાંશુ ભટ્ટના ગીતો અને ગઝલોની ઓડિયો સીડીનું વિમોચન જાન્યુઆરી ૧૧, ૨૦૦૯, શનિવારના રોજ મુંબઇના પ્રખ્યાત તેજપાલ ઓડિટોરીયમમાં, લોકપ્રિય સંગીતકાર અને ગાયક શ્રી ઉદય મઝુમદારના હસ્તકથયું હતું.

ત્રિવેણી સંગમનું વિમોચન

ત્રિવેણી સંગમનું વિમોચન

જમણેથી રાજેન્દ્ર ભટ્ટ (હિમાંશુ ના મોટાભાઇ), ડૉ. દિનેશ શાહ, રિંકી શેઠ,  ઉદય મઝુમદાર, રમેશ પટેલ, નીલેશ પરમાર, કાર્ણિક શાહ

ત્રિવેણી સંગમ વિમોચન

ત્રિવેણી સંગમ વિમોચન

વિમોચન અહેવાલ…

ત્રિવેણી સંગમ – કવિ શ્રી, ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ, અને હિમાંશુ ભટ્ટના ગીતો અને ગઝલો

કવિ  શ્રી, ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ, અને  હિમાંશુ ભટ્ટના ગીતો અને ગઝલોની ઓડિયો સીડીનું વિમોચન જાન્યુઆરી ૧૧, ૨૦૦૯, શનિવારના રોજ મુંબઇના પ્રખ્યાત તેજપાલ ઓડિટોરીયમમાં, લોકપ્રિય સંગીતકાર અને ગાયક શ્રી ઉદય મઝુમદારના હસ્તકથયું હતું. આ ઓડિયો સીડીની કિંમત અમેરીકામાં ૧૦ ડોલર, બ્રિટનમાં ૮ પાઉંડ અને ભારતમાં 100 રૂપિયા છે.

ત્રિવેણી સંગમ CD મેળવવામાટે સંપર્ક કરોઃ

હિમાંશુ ભટ્ટ્

hvbhatt@yahoo.com

ત્રિવેણી સંગમ - ગુજરાતી સુગમ ગીતો
ત્રિવેણી સંગમ – ગુજરાતી સુગમ ગીતો – CD Front Cover
ત્રિવેણી સંગમ - ગુજરાતી સુગમ ગીતો

ત્રિવેણી સંગમ - ગુજરાતી સુગમ ગીતો - CD Back Cover

ત્રિવેણી સંગમ - CD Cover
ત્રિવેણી સંગમ – CD Cover